• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • A Young Man's Body Was Found In A Suspicious Condition Near A House In Meghraj's Chintharia Village, The Family Alleged That He Had Been Murdered.

હત્યોનો આરોપી કોણ?:મેઘરજના ચીંથરીયા ગામે એક મકાનની બાજુમાં યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો, હત્યા કરાઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો

અરવલ્લી (મોડાસા)21 દિવસ પહેલા

ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર પરંતુ શંકાસ્પદ મૃતદેહો મળી આવવાની ઘટનાઓ સતત વધતી ગઈ છે. ત્યારે મેઘરજના ચીંથરિયા ગામે યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

આજે વહેલી પરોઢે મેઘરજ તાલુકાના ચીંથરિયા ગામે એક મકાન પાસે મકાન માલિકે જોયું તો પીપળાના વૃક્ષ પાસે કોઈ માણસ પડ્યું હોય એવું લાગ્યું હતુ. ત્યારે નજીક જઈને જોયું તો એક યુવકનો મૃતદેહ હતો. જેથી મકાન માલિકે આસપાસના લોકોને બોલાવી સમગ્ર ઘટનાની વાત કરી હતી. ત્યારબાદ સ્થાનિકોએ મેઘરજ પોલીસને જાણ કરી મેઘરજ અને ઇસરી પોલિસ ઘટના સ્થળે આવી યુવક અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે આ યુવક મેઘરજ તાલુકાના ભડવચ ગામનો રહેવાસી છે. જેથી ભળવચ ગામે જાણ કરતા તેમના પરિવારજનો તરત જ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને યુવની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે સમગ્ર બાબતે મેઘરજ પોલીસ સ્થળ સ્થિતિનું પંચનામું કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...