2 સામે ફરિયાદ:ભિલોડાના નાદોજમાં ગાડી મૂકવા બાબતે યુવક ઉપર ચપ્પુથી હુમલો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડા પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે ફરિયાદ

ભિલોડા નાદોજમાં રસ્તામાં ગાડી કેમ મૂકો છો તેમ કહી યુવાન પર ચપ્પા વડે હુમલો કરતાં મારી નાખવાની ધમકી આપતાં બે શખ્સો વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. નાદોજમાં રહેતા અને પાઇપ ફિટિંગનું કામ કરતો યુવાન ઘરે પરત ફર્યો હતો. તે દરમિયાન બે શખ્સો તેને કહેવા લાગ્યા કે રસ્તામાં ગાડી કેમ મૂકો છો કહીને ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન કમલેશે ચપ્પુ લઈ યુવાન ઉપર હુમલો કરતાં ઝઘડામાં યુવાને વચ્ચે હાથ ધરી દેતા તેના હથેળી ઉપર ઇજાઓ પહોંચી હતી.

યુવકે બૂમાબૂમ કરતાં તેના પિતા પ્રવિણભાઈ દોડી આવ્યા હતા અને યુવાનને મારમાંથી છોડાવ્યો હતો ઝઘડામાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને 108 દ્વારા ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે નિલેશકુમાર પ્રવિણભાઈ પરીખે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શ્રીમાળીભાઈ કોદરભાઈ પરીખ અને કમલેશભાઈ કોદરભાઈ પરીખ બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...