મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરીનું દુષણ ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને નાયબ પોલીસ અધિક્ષક કેજે ચૌધરીના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરાયું હતું. જેમાં વ્યાજખોરોથી ત્રાહિમામ પોકારી ઊઠેલા અગિયાર અરજદારોએ રજૂઆત કરતા એસપીએ આવેલ તમામ અરજી ઉપર કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું. આ લોક દરબારમાં માલપુર તાલુકાના એક ગામના અને મુંબઈના પનવેલ ખાતે રહેતા સગા દ્વારા વ્યાજના શિકાર બનેલા યુવાને પણ રજૂઆત કરી હતી.
મોડાસા ખાતે મળેલા લોક દરબારમાં માલપુર તાલુકાના એક યુવાને વર્ષ 2016 માં મુંબઈના પનવેલ ખાતે પોતાના સગા પાસેથી ધંધા માટે રૂપિયા 18 લાખ લીધા હતા ત્યારબાદ આ યુવાને રૂપિયા 9,50,000 વ્યાજ ચૂકવ્યા બાદ મોડાસા ખાતેની દેવલ સિટીમાં આવેલો રૂપિયા18 લાખની કિંમતનો પ્લોટ તેના વ્યાસખોર સગાને સોંપી દેવા છતાં માલપુર તાલુકાના એક ગામના અને મુંબઈના પનવેલ ખાતે રહેતા તેના સગા દ્વારા છેલ્લા બે વર્ષથી આ યુવાનને પરેશાન કરાતા તેને પણ એસપીને રજૂઆત કરી હતી.
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અરવલ્લી જિલ્લા અને મોડાસા શહેર તેમજ તાલુકાના લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં શહેર અને આસપાસના 150 જેટલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એસપીએ ધિરાણ કરતા લોકોને લાઇસન્સ સાથે વ્યાજના નિયમોનું પાલન કરે માટે ભાર મૂક્યો હતો. જિલ્લા પોલીસના અધિકારી અને શહેરના અગ્રણી વિનોદભાઈ આર પટેલ દેવલ ભાઈ ત્રિવેદી જિલ્લા સદસ્ય ચેરમેન અનિરુદ્ધસિંહ ચૌહાણ નાનજીભાઈ પ્રજાપતિ અનેનીતિનભાઈ પંડ્યા સહિતના અગણીયો ઉપસ્થિતિમાં એસપી સંજય ખરાત અને ડીવાયએસપી કેજે ચૌધરી અને અધિકારીઓનું સન્માન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.