ધરપકડ:BSFમાં નોકરીની લાલચ આપી 15 લાખ ઠગનારો બાયડનો યુવક ઝબ્બે

મોડાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારા માસા BSFમાં અધિકારી છે કહી ઇડરના ઝૂમસરના લોકો પાસેથી 15 લાખ પડાવ્યા હતા
  • અરવલ્લી LCB એ બાતમી આધારે​​​​​​​ બાયડના આટીયાદેવના ઠગને પકડ્યો

બાયડના આંટીયાદેવના યુવકે મારા માસા આર.ઓ.પટેલ બીએસએફમાં મોટા અધિકારી છે અને પોતે રૂપિયા લઇ બીએસએફમાં નોકરીનું સેટિંગ કરે છે તેવી લાલચ આપીને ઇડરના ઝૂમસર પંથકના 20 થી વધુ લોકો સાથે રૂ. 15,09,180 ની ઠગાઈ કરતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ છેતરપિંડીના ગુનામાં અરવલ્લી એલસીબીએ આરોપી ચિરાગ અતુલભાઇ પટેલને ઝડપી રૂપિયા રિકવર કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઇડરના ઝૂમસરના ઇશ્વરભાઇ ધુળાભાઈ તરાર ઠાકોરને તેમના દીકરાઓ અને તેમના સગાસંબંધીઓના દીકરાઓ તેમજ મિત્રોના દીકરાઓને બીએસએફમાં નોકરી આપવાની લાલચ આપી બાયડના આટીયાદેવના ચિરાગ પટેલે તેમની સાથે છેલ્લા એક વર્ષમાં રૂ. 15 લાખ કરતા વધુની છેતરપિંડી આચરી હતી.

આ ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાતા તેની તપાસ અરવલ્લી એલસીબીને સોંપાતા એલસીબી પી.આઈ સીપી વાઘેલા એ વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનાના આરોપી ચિરાગભાઈ અતુલભાઇ પટેલ (28) રહે. આટીયા દેવ પો. દક્ષણેશ્વર તા. બાયડ હાલ રહે શેઠવાળી ફળી અજરપુરા તા.જિ.આણંદને ઝડપી પાડ્યો હતો અને તેને કરેલી ઠગાઈના ગુનાના રૂપિયા રિકવર કરી એલસીબી પીઆઇ એ આ ગુનામાં અન્ય સાગરિતો છે કે કેમ અને ભૂતકાળમાં તેણે આવું અન્ય કૃત્ય કરેલું છે કે કેમ તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...