અકસ્માત:ભિલોડાના ગંભીરપુરા પાસે 2 બાઇક ટકરાતાં યુવકનું મોત

મોડાસા, ભિલોડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડાના નવલપુરનો યુવક તેના 2 મિત્રો સાથે ભિલોડા તરફ આવી રહ્યો હતો, 2 ઇજાગ્રસ્ત થયા

ભિલોડા યાર્ડથી ગંભીરપુરા રોડ વચ્ચે બપોરે બે બાઇક ટકરાતાં ભિલોડાના નવલપુરના બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના બે મિત્રોને શરીરે ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા. ભિલોડાના નવલપુરનો બાદલ નિનામા અને તેનો મિત્ર ઋતુરાજ બારોટ તેમજ અમિતભાઈ નવલપુરથી બાઇક નંબર gj09 cn0954 લઈને ભિલોડા તરફ આવી રહ્યા હતા.

દરમિયાન ભિલોડા માર્કેટયાર્ડ થી ગંભીરપુરા રોડ ઉપરથી પસાર થતા હતા. દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતાં પૂરપાટ ઝડપે જઈ રહેલી બાઇક ચાલકને અને તેના મિત્રોને શરીરે ઇજાઓ પહોંચતા તેઓને ભિલોડાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતમાં બાદલભાઈ રાજુભાઈ નિનામા રહે. નવલપુર તા.ભિલોડાનું મોત થતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ લાલચંદભાઈ બારોટે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાથી ગામમાં શોક છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...