તપાસ:માલપુરના મહિયાપુરમાં કૂવામાંથી મહિલાનો મૃતદેહ મળતાં ચકચાર

મોડાસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા ફાયર ફાઇટરે ખાટલો ઉતારી લાશ બહાર કાઢી

માલપુરના મહિયાપુરમાં કૂવા માંથી મહિલાનો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઇ હતી ઘટનાના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા હતા. મોડાસા ફાયર ફાઈટરની ટીમ દ્વારા મૃતદેહને બહાર કઢાયો હતો અને પોલીસને જાણ કરાઇ હતી.

મહીયાપુર પાસે કૂવામાં મહિલાની કૂવામાં તરતી લાશ દેખાતા હીરાભાઈએ મોડાસા પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કૂવામાં રસ્સી વડે વડે ખાટલો બાંધીને કૂવામાં ઉતારી ભારે જહેમત બાદ મહિલાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. મૃતક મહિલાની ઓળખ થતાં તે કૈલાસબેન પુંજાભાઈ નામની મહિલા હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...