કાર્યવાહી:મોડાસાના જીવણપુર પાસે 181ની ગાડીએ બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત થયું

મોટીઇસરોલ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
જીવણપુર ચાર રસ્તે 181ની ગાડીએ બાઇકને ટક્કર મારી - Divya Bhaskar
જીવણપુર ચાર રસ્તે 181ની ગાડીએ બાઇકને ટક્કર મારી
  • મહિલાના પતિને ગંભીર ઇજાઓ થતાં હિંમતનગર સારવારમાં ખસેડાયો

મોડાસાના જીવણપુર ચાર રસ્તે 181 અભયમની ગાડીએ બાઇકને ટક્કર મારતાં બાઇકસવાર દંપતીમાંથી મહિલાનું મોત થયું હતું અને તેના પતિને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો હતો.

મોડાસા શામળાજી હાઇવે પર જીવણપુર ચારરસ્તે બપોરના અઢી વાગે મોડાસા બાજુથી આવતી 181 મહિલા હેલ્પલાઇનની ગાડી નં. જીજે 18 બીટી 2874 ના ચાલકે બાઇક નંબર જીજે 31 એચ 1638 પર સવાર દંપતીને અડફેટે લેતાં રેવાબેન ગુલાબભાઇ વણઝારા (38)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

જ્યારે બાઇકચાલક ગુલાબભાઇ નરસિંગભાઇ વણઝારાને ગંભીર ઇજાઓ હોવાથી હિંમતનગર ખસેડાયો હતો. મહિલાની લાશનું પોસ્ટમોર્ટમ કરી મોડાસા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...