કાઉન્સેલિંગ:રાજસ્થાનની મહિલાનું પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવાયું

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિક અસ્વસ્થ મહિલા 42 દિવસ અગાઉ પોતાના ઘરેથી નીકળી ગઈ હતી

અરવલ્લી જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટરે 42 દિવસથી રાજસ્થાનમાં ઘરેથી નીકળી ગયેલ માનસિક રીતે અસરગ્રસ્ત મહિલાને 11 દિવસ મોડાસા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપી તેના પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવ્યું હતું. 7 મહિના અગાઉ પતિના અવસાન બાદ માનસિક રીતે અસ્વસ્થ થયેલી મહિલા 42 દિવસ અગાઉ ઘરેથી નીકળી ગઈ હતી.

સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા તા- 14 જૂન ના રોજ રાત્રે પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટરમાં 181 મહિલા હેલ્પ લાઈન દ્વારા લવાયેલી માનસિક રીતે અસ્વસ્થ મહિલાને આશ્રય અપાયો હતો. તેને રાત્રે જરૂરી કીટ તથા કપડાં આપી આરામ કરાવીને સવારે સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને મેડિકલ સારવાર કરાવીને કાઉન્સેલિંગ કરતાં મહિલાએ જણાવ્યું કે ડુંગરપુરમાં ભૈયાના ઘરે રહું છું.

સખી વન સટોપ સેન્ટરના કર્મચારીઓએ ડુંગરપુરના આજુબાજુના ગામડાઓમાં સંપર્કકરતાં કોઇ માહિતી ન મળતા ડુંગરપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં દેવોડ પોલીસ ચોકીનો ફોન નંબર મળતા જાણવા મળ્યું કે મહિલાના દિયરે પોલીસ સ્ટેશનમાં મહિલા ગુમ થયાની અરજી આપી છે. ત્યાંના બે પોલીસ સ્ટાફ તથા દિયર- દેરાણી સખી વન સ્ટોપ સેન્ટર મોડાસા લેવા માટે આવતા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેમનુ કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે મહિલાની ઉંદરડા ગામે સાસરી છે અને તેના પતિનું 7 મહિના પહેલા અવસાન થયેલ છે ત્યારથી મહિલાની માનસિક સ્થિતિ બગડેલ છે અને પિયરમાં રહેવા ગઈ હતી. ત્યાંથી 1 મહિનો અને 12 દિવસથી ઘર છોડીને નીકળી ગઈ હોવાનું સામે આવ્યું હતું. દિયરને વિધવા સહાય ચાલુ કરાવવાની તથા સારવાર કરાવવાની જવાબદારી સાથે ખાતરી આપતાં મહિલાના ત્રણ બાળકો તથા પરિવાર સાથે પુન: સ્થાપન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...