ઉત્તરાયણ પર્વ દેશ દેશાંતરે અલગ અલગ પરંપરા સાથે ઉજવાતો હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં અનોખી પરંપરા સાથે ઉત્તરાયણની ઉજવણી કરાઈ હતી.
જિલ્લાના ભિલોડા અને મેઘરજ તાલુકામાં આદિવાસી સમાજના લોકો રહે છે. આ વિસ્તારમાં રહીશો દ્વારા ઉત્તરાયણના દિવસે પરંપરા જાળવીને અનોખી ઉજવણી કરાય છે. ત્યારે ભિલોડાના જેતપુર ગામે ગામના સૌ એકઠા થાય છે અને દેવ ચકલી એટલે કે દેવલી પકડવામાં આવે છે. દેવલીને ઘી-ગોળ ખવડાવવામાં આવે છે. સૌ સાથે આદિવાસી ગીત ગાય છે અને ઢોલ વગાડી ચિચિયારીઓ પાડવામાં આવે છે અને દેવલીને ઉડાડવામાં આવે છે.
દેવલી ઉડાડ્યા પછી જો લીલા વૃક્ષ પર બેસે તો આવનારું વર્ષ સારું જાય એવી માન્યતા છે. ત્યારે આ ઉત્તરાયણના દિવસે પણ દેવ ચલકી લીલા વૃક્ષ પર બેઠી હતી. જેથી વર્ષ સારું રહેશે એવું આદિવાસી સમાજના લોકો માને છે. આમ, અનોખી પરંપરાથી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.