ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત રીતે યોજાતા લોકમેળાનું અનોખું મહત્વ હોય છે. ત્યારે આવા મેળાઓના મેળાવડામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને મેળાની મજા માણતા હોય છે. ત્યારે આજે માલપુર ખાતે આમલકી એકાદશીનો ભવ્ય લોકમેળો યોજાયો હતો.
સમગ્ર ઉત્તર ગુજરાતમાં આમલકી એકાદશીનો ભવ્ય મેળો માલપુર ખાતે યોજાય છે. પરંપરાગત રીતે યોજાતા આ લોકમેળામાં હજારોની જનમેદની ઉમટી પડે છે. અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ અને રાજસ્થાનથી આબાલ વૃદ્ધ સૌ હૈયેહૈયું દબાય એ રીતે ઠસોઠસ મેળામાં જનમેદની ઉમટી પડે છે. આંબલી અગિયારસના મેળામાં લોકો અવનવી ખરીદી કરતા હોય છે. આજના દિવસથી જાણે હોળીના તહેવારની શરૂઆત થાય છે. હોળીના તહેવાર નિમિત્તે લોકો જરૂરી સામગ્રીની ખરીદી કરે છે. ગામડાઓમાં આજથી હોળીના ઢોલ વાગવાની શરૂઆત થશે. નાના ભૂલકાઓ પણ મેળામાં જુમી ઉઠે છે. અવનવા રંગબેરંગી રમકડાં અને કલરની ખરીદી કરે છે. આમ પરંપરાગત રીતે હોળીના તહેવારની ઉજવણીની આંબલી અગિયારસના મેળાથી શરૂઆત થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.