ઉમેદવારી પત્ર:અરવલ્લી જિલ્લામાં 3 દી' માં કુલ 96 ઉમેદવારી પત્ર ઉપડ્યા

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે 18 ઉપડ્યા, સામે 21 ફોર્મ ભરાયાં

અરવલ્લી જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ત્રણ દિવસમાં કુલ 96 ઉમેદવારી પત્ર ઉપડ્યા હોવાનું નોંધાયું છે મંગળવારે ત્રણેય વિધાનસભા બેઠકો ઉપર 18 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા હતા તેની સામે 21 ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત મળ્યા હોવાનું નોંધાયું હતું.

બાયડ વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં સૌથી વધુ 42 ફોર્મ ઉપડ્યા છે. મોડાસા વિધાનસભા બેઠક ઉપર 34 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે અને ભિલોડા વિધાનસભા બેઠક પર 20 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા હોવાનું નોંધાયું છે. 18 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા હતા તેની સામે 21 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.

મંગળવારના ફોર્મની વિગત બેઠક ભિલોડા ​​​​​​​

ઉઠાવેલફોર્મ-7
ભરાયેલફોર્મ-4
બેઠક - બાયડ
ઉઠાવેલ ફોર્મ-10
ભરાયેલ ફોર્મ-11
બેઠક - મોડાસા
ઉઠાવેલ ફોર્મ-1
ભરાયેલ ફોર્મ-6

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...