અરવલ્લી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 42 મહિલા પોલીસ કર્મી સહિત 148 પોલીસ કર્મીઓની જિલ્લા પોલીસવડા સંજય રાતે જાહેર હિતમાં બદલીના આદેશ કરતાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો.
ભિલોડા, બાયડ, મોડાસા ટાઉન મોડાસા રૂરલ, માલપુર, મેઘરજના ઇસરી, સાઠંબા, આંબલીયારા મેઘરજ શામળાજી જિલ્લા હેડક્વાર્ટર હેડ ક્વાર્ટર નેત્રમ શાખા ધનસુરા જેવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ડ્રાઇવર કોન્સ્ટેબલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત પોલીસ કર્મીઓની જાહેર હિતમાં જિલ્લા પોલીસ વડાએ બદલીના આદેશ કર્યા છે.
જેમાં 42 મહિલા પોલીસકર્મી સહિત 148 પોલીસ કર્મીઓની બદલીના આદેશ થતાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો જિલ્લામાં એકી સાથે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની બદલીના આદેશ કર્યા છે. વડાએ ભિલોડા મોડાસા ટાઉન મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન સહિત ફરજ બજાવતા પોલીસ કર્મીઓને જિલ્લા ટ્રાફિક તેમજ હેડક્વાર્ટરમાં અને અન્ય પોલીસ સ્ટેશનોમાં બદલીના આદેશ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.