રસોડાનો સંપૂર્ણ ભાગ બળીને ખાખ:મોડાસામાં રહેણાક મકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી; ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો

અરવલ્લી (મોડાસા)14 દિવસ પહેલા

હાલ રહેણાકના સ્થળે અથવા ઔધોગિક સ્થળે વીજ લાઇનનું ફિટિંગ અથવા કોઈ હલકા મટીરીયલના કારણે ઘણી વખત આગની ઘટના બનતી હોય છે. ત્યારે આજે એવી જ એક આગની ઘટના મોડાસાના માણેકબાગ સોસાયટીમાં બનવા પામી છે.

રસોડાનો સંપૂર્ણ ભાગ બળીને ખાખ
મોડાસાના રહેણાક વિસ્તાર એવા માણેકબાગ સોસાયટીના એક મકાનમાં આજે સાંજના સુમારે એકાએક આગની ઘટના બનવા પામી છે. ઘરના સદસ્ય ઘરમાં હતા એ સમયે રસોડાના ભાગમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને જોત જોતામાં મકાનમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. જેથી આસપાસના રહીશોએ મોડાસા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે તરત જ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

આગ લાગવાનું કારણ હજુ અકબંધ
આગના કારણે રસોડાનો સંપૂર્ણ ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. આગ બીજા વિભાગોમાં ફેંલાય એ પહેલાં મોડાસા ફાયર વિભાગે કન્ટ્રોલ મેળવી લીધો હતો. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુંમાન લગાવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...