• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • A Stone Is Worshiped At Bhatkota Village In Modasa, When Someone Tried To Break The Stone, Blood Miraculously Began To Flow; Devotees Come From Far And Wide

એક પત્થર પર અનોખી શ્રદ્ધા:મોડાસાના ભાટકોટા ગામે પુજાય છે પત્થર, કોઈએ પત્થર તોડવાનો પ્રયત્ન કર્યો તો ચમત્કારીક રીતે લોહી વહેવા લાગ્યું; દુર-દુરથી આવે છે શ્રદ્ધાળુઓ

અરવલ્લી (મોડાસા)11 દિવસ પહેલા
  • કોઈ દેવી-દેવતા નહીં પણ અહીં બિરાજે છે પત્થર
  • પ્રાચીનકાળમાં ગામના એક વૃદ્ધની રહી હતી અનોખી શ્રદ્ધા
  • લોકોની મનોકામના પૂર્ણ થતાં ગામલોકોએ અહીં મંદિર બનાવ્યું​​​​​​​​​​​​​​

તમે સાંભળ્યું હશે કે, દરેક મંદિરોમાં અલગ અલગ દેવી-દેવતાઓના સ્વરૂપ સાથેનું પ્રતીક બિરાજમાન કરેલ હોય છે અને તેની નિયમિત પૂજા થતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ભાટકોટા પાસે આવેલું એક મંદિર એવું છે કે, જ્યાં કોઈ દેવી દેવતાની મૂર્તિ નહીં પરંતુ એક મોટા પથ્થરની પૂજા થાય છે. કેમ થાય છે પથ્થર પૂજા? ચાલો જાણીએ પત્થર સાથે જોડાયેલ ઐતિહાસીક ઘટના.

200 વર્ષનો ઐતિહાસીક વારસો
200 વર્ષનો ઐતિહાસીક વારસો

ગામના એક વૃદ્ધની રહી હતી અનોખી શ્રદ્ધા
ભાટકોટા ગામમાં વર્ષો પહેલા એક વૃદ્ઘને ડુંગર પર રહેલા એક પથ્થર પર અનોખી શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાના સથવારે તે દરરોજ ડુંગર પર જઈ પથ્થરની પૂજા કરે અને મનમાં જે કાંઈ સંકલ્પ હોય એ પરિપૂર્ણ થતા હતા. આ બાબતની જાણ આસપાસના ગ્રામજનોને થતા ગ્રામજનોએ પણ આ પથ્થરદેવને પૂજવાનું શરૂ કર્યું. તો તમામ ભક્તોના કામ પૂર્ણ થતા દિવસે-દિવસે શ્રદ્ધા વધતી ગઈ.

પત્થર ડુંગર પરથી આપોઆપ નીચે આવ્યા
આ મંદિર સાથે જોડાયાલ એક પુરાતત્વકાળનું ઉદાહરણ છે કે, એક વખત કોઈએ આ પથ્થર તોડવાનો પ્રયત્ન કર્યો, તો આ પત્થરમાંથી લોહી વહ્યું હતું. ત્યારે પથ્થર તોડનાર પણ ત્યાંથી ભાગી ગયો હતો. આમ પથ્થર દેવની પૂજા નિયમિત થતી રહેતી હતી. ત્યારે સમય જતાં જે લોકોને પથ્થર દેવ પર અતૂટ શ્રદ્ધા હતી એ વૃદ્ધ ઉંમરલાયક થયા. ત્યારે હવે ડુંગર ચડીને પૂજન અર્ચન માટે જવું ખૂબ મુશ્કેલ હતું. જેથી વૃદ્ધ એ પત્થર દેવને કરગરી વિનંતી કરી કે હે દેવ હવે મારી અવસ્થા થઈ છે. મારાથી ઉંચા ડુંગર પર આપની પૂજા માટે આવી શકાય એમ નથી. જેથી પત્થર દેવ વૃદ્ધ શ્રધ્ધાળુની વિનંતી સાંભળી આપોઆપ નીચે આવી ગયા. ત્યારે આ વૃદ્ધનો આનંદનો પાર નહોતો.

ડુંગર પરથી આપોઆપ પત્થર નીચે આવતા મંદિરનું નામ ડુંગરેશ દેવનું મંદિર એવું નામ આપ્યું.
ડુંગર પરથી આપોઆપ પત્થર નીચે આવતા મંદિરનું નામ ડુંગરેશ દેવનું મંદિર એવું નામ આપ્યું.

લોકોની મનોકામના પૂર્ણ થતા ગામલોકોએ અહીં મંદિર બનાવ્યું
આસપાસના ભક્તોએ એ સ્થાન પર સુંદર મંદિર બનાવ્યું. આ પથ્થર દેવ ડુંગર પરથી નીચે આવ્યા જેથી આ મંદિરનું નામ ડુંગરેશ દેવનું મંદિર એવું નામ આપ્યું. આજે પણ ભક્તો દર્શન માટે ડુંગરેશ દેવના દર્શન માટે આવે છે. લોકો અહીં દેવને ગોળ ચડાવવાની માનતા રાખે છે અને ડુંગરેશ દેવ તમામની મનોકામના પૂર્ણ કરે છે. આમ સમગ્ર ગુજરાતમાં આ એક માત્ર પથ્થરની પૂજા થતું ડુંગરેશ દેવનું સ્થાનક ભાટકોટા ગામે આવેલું છે.

અન્ય સમાચારો પણ છે...