કાર્યવાહી:મોડાસાના વાંટડા પાસે દર્દીના બદલે દારૂ ભરેલી રાજસ્થાનની એમ્બ્યુલન્સ પકડાઇ

મોડાસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોખા ઉપર સેલોટેપ મારી દારૂ અને બિયર અમદાવાદ લઈ જવાતો હતો
  • મોડાસા રૂરલ પોલીસે કુલરૂ. 1.58 લાખના દારૂ સાથે ચાલક સહિત બેને પકડ્યા

મોડાસા રૂરલ પોલીસે બાતમી આધારે મોડાસાના વાંટડા રોડ પરથી વિદેશી દારૂ લઇ પસાર થતી રાજસ્થાની એમ્બ્યુલન્સને ઝડપી હતી પોલીસે. એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ અને બિયરનો રૂ. 158400 નો જથ્થો કબજે લઇને ચાલક સહિત બેને જેલ હવાલે કર્યા હતા.મોડાસા રૂરલ પીએસઆઇ સી.એફ.રાઠોડની સૂચનાથી સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન પોલીસને બાતમી મળી હતી ક કે રાજસ્થાનથી એમ્બ્યુલન્સ નં. આરજે ઝીરો નાઇન પીએ 6244 વિદેશી દારૂનો જથ્થો લઈને મોડાસાના જીવણપુર સરડોઇ મેઢાસણ થઈને અમદાવાદ તરફ જવાની માહિતીના આધારે પોલીસે જુદી જુદી જગ્યાએ નાકાબંધી કરી વોચ ગોઠવતા દરમિયાન ઉપરોક્ત એમ્બ્યુલન્સ મોડાસાના વાંટડા પાસેથી પોલીસે ઝડપી તલાશી લેતાં તેમાં ખોખા ઉપર સેલોટેપ મારીને ગેરકાયદે અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂનો રૂ. 158400નો જથ્થો મળ્યો હતો.

પોલીસે વિદેશી દારૂ અને બિયરના કુલ નંગ 1056 કબજે લઇ ચાલક હરીસિંહ સોહનસિંહ રાઠોડ રહે. સોંગઢ ખુર્દ તા. કુંભલગઢ હાલ રહે રાજસમંદ સીજી કોલોની અને સૂરજ જશવંતભાઈ ગર્ગ રહે. આમેટ રેલવે સ્ટેશન વિસ્તાર રાજસ્થાન બંનેને જેલ હવાલે કરી વિદેશી દારૂ ભરી આપનાર વોન્ટેડ નરેશભાઈ શર્મા રહે. ટીકર હાલ રહે. આમેટ રાજસમંદ રાજસ્થાન અને દારૂ મંગાવનાર અમદાવાદના બુટલેગર સામે મોબાઈલના નંબર આધારે ગુનો નોંધી તેમની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...