દરખાસ્ત:મોડાસા પાલિકામાં ખાલી 72 જગ્યા ભરવા રિજીયોનલ કમિશનરને દરખાસ્ત મોકલાઈ

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના અન્ય કર્મીઓ ઉપર કામનું ભારણ ઘટાડવા પ્રયત્ન: પાલિકા પ્રમુખ
  • પટાવાળા અને ડ્રાઇવરની ખાલી પડેલી જગ્યાઓ ભરાય તે માટે પણ પ્રયાસો હાથ ધરાયા

મોડાસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી વર્ગ 3 અને વર્ગ 4 ની 72 કરતાં વધુ જગ્યાઓ ખાલી પડતા નગરપાલિકામાં જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધી રહ્યું છે. ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરાય તે માટે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પંડ્યાએ દરખાસ્ત તૈયાર કરીને રિજીયોનલ કમિશનરને મોકલી આપી છે. આ ઉપરાંત પટાવાળા અને ડ્રાઇવરની ખાલી પડેલી જગ્યાઓ ભરાય તે માટે પણ પ્રયાસો હાથ ધરાયા હોવાનુ મોડાસા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મોડાસા નગરપાલિકામાં જુદા જુદા વિભાગમાં વર્ગ ત્રણની અને ચારની વહીવટી કામગીરી કરતા કર્મીઓની 72 જેટલી જગ્યાઓ છેલ્લા કેટલાય સમયથી ખાલી પડી છે. પરિણામે નગરપાલિકામાં ફરજ બજાવતા અન્ય કર્મીઓ ઉપર કામનું ભરણ વધી ગયું છે વર્ગ ત્રણ અને વર્ગ-૪ માં ફરજ બજાવતા ક્લાર્ક તેમજ વહીવટી કામગીરી માટે સત્વરે જગ્યાઓ ભરાય તે માટે પ્રયાસો હાથ ધરાયા હોવાનું નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન મેહુલ કુમાર ભાવસારે જણાવ્યું હતું. પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા દ્વારા ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે દરખાસ્ત તૈયાર કરીને રીજીયોનલ કમિશનરને મોકલી આપવામાં આવી છે. ઉપરોક્ત દરખાસ્ત વહેલી તકે મંજૂર થાય અને ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરાય તે માટે પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા પ્રયાસો હાથ ધરાયા હોવાનું જણાવ્યું હતું તદુપરાંત નગરપાલિકામાં પટાવાળા અને ડ્રાઇવરની ખાલી પડેલી જગ્યાઓ ભરાય તે માટે પણ પ્રયાસો હાથ ધરાયા છે.

અન્ય સમાચારો પણ છે...