રવિવારે માલપુરમાં સ્મશાન રોડ પર આવેલ ભરથરી પરિવારની ઝૂંપડપટ્ટી પાસે માટીનું વહન કરી જઇ રહેલા ટ્રેક્ટરે વીજપોલને ટક્કર મારતાં વીજપોલ 12 વર્ષિય બાળકી પર પડતાં બાળકીનું મોત થતાં ચકચાર મચી હતી. અકસ્માત કરી અજાણ્યો ટ્રેક્ટર ચાલક ફરાર થઇ ગયો હતો.
બાળકી ઝૂંપડી આગળ પોતાના કપડા ધોઇ રહી હતી
માલપુરના સ્મશાન રોડ પર ભરથરી પરિવારના કેટલાક મકાનો આવેલા છે. ભરથરી પરિવારના લોકો વારસાગત વ્યવસાય રાવણહથ્થો વગાડી છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું અને બાળકોનું ગુજરાન ચલાવે છે. ત્યારે રવિવારે આશાબેન બાલાભાઈ ભરથરી (12) ઝૂંપડી આગળ પોતાના કપડા ધોઇ રહી હતી.
બાળકીના મોતની ઘટનાથી પંથકમાં ચકચાર
તે દરમિયાન તળાવમાંથી માટીનુ વહન કરતાં ટ્રેક્ટર ચાલકે પૂરઝડપે હંકારી લાવી સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર વીજપોલ સાથે ટકરાતાં વીજપોલ ધરાશાયી થતાં વીજપોલ કપડા ધોતી આશાબેન પર પડતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બાળકીનું ઘટના સ્થળે મોત થતાં ટ્રેક્ટર ચાલક ફરાર થઈ જતા માલપુર પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે અકસ્માતે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બેફામ માટીનું વહન કરતાં ટ્રેક્ટરોએ માટી વહનનો પરવાનો લીધો છે કે કેમ તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.ઘટનાથી ચકચાર મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.