કાર્યવાહી:જીવણપુરની સીમમાંથી દારૂ ભરેલ પીકઅપ ડાલુ ઝડપાયું

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ 8.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોડાસા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ સાથે સ્ટાફના માણસો સાથે પ્રેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળી હતી કે પીકઅપ ડાલા નંબર જીજે 13 એ ડબલ્યુ 2509 નો ચાલક વિદેશી દારૂ ભરી રાજસ્થાન બુબીમાતા થઇ શામળાજી હાઇવે થઇ અમદાવાદ તરફ જઇ રહ્યુ છે. જે માહિતી આધારે જીવણપુર ગામની સીમમાં પ્રેટ્રોલીંગ ગોઠવી શામળાજી તરફથી આવતા વાહનોનુ ચેકીંગ કરતા પીકઅપ ડાલા નંબર જીજે 13 એ ડબલ્યુ 2509 આવતાં તેને રોકી તલાસી લેતાં ડાલાના પાછળના ભાગે તાડપત્રી હટાવતાં વિદેશી દારૂની પેટીઓ તથા બીયરની પેટીઓ ભરેલ મળી આવી હતી.

જેમાં દારૂની તથા બીયરની બોટલો ટીન 1932 મળી કુલ રૂ. 3,60,000 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પીકઅપ ડાલું કિંમત રૂપિયા. 5,00,000 મોબાઇલ ફોન કીંમત 1000 મળી કુલ રૂ.8,61,000નો મુદ્દામાલ સાથે સલીમ ઉસ્માનભાઇ સુમરા રહે.555 સરખેજ રોઝા પાણીની ટાંકી પાસે કુભારવાડ મકરબા રોડ અમદાવાદને ઝડપી લીધો હતો. જે અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...