સ્પર્ધા:મોડાસાના વિદ્યાર્થીએ નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં અમદાવાદમાં નેશનલ કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી

અમદાવાદમાં તાજેતરમાં પાંચ દિવસ દરમિયાન યોજાયેલ 16મી સબ જૂનિયર નેશનલ સોફ્ટ ટેનિસ રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં મોડાસાની સર્વોદય હાઈસ્કૂલના ધોરણ 10 ના વિદ્યાર્થી શિવ બરંડાએ રાષ્ટ્ર કક્ષાએ તૃતીય સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

સી.જી.બુટાલા સેકન્ડરી અને બી.વી.બુટાલા હાયર સેકન્ડરી સર્વોદય હાઈસ્કૂલમાં ધો- 10 માં અભ્યાસ કરતાં શિવ મહેન્દ્રભાઈ બરંડાએ તા.26થી 30 ડિસેમ્બર 2022 દરમિયાન અમદાવાદમાં આયોજીત 16મી સબ -જૂનિયર નેશનલ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશીપ માં ગુજરાત ની ટીમ તરફથી રમતા રાષ્ટ્ર્ર કક્ષાએ તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળા નગરન અને જીલ્લાનું ગૌરવ વધાર્યું હતું મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ આર.શાહે ખેલાડીને બિરદાવતા આગામી સમયમાં પણ સર્વશ્રેષ્ઠ દેખાવ કરી પ્રગતિ કરતો રહે અભિનંદન આપ્યા હતા.

કેળવણી મંડળના પ્રભારી માનદમંત્રી કિરીટભાઈ કે.શાહ, પ્રભારી માનદમંત્રી પિયુષભાઇ જે.પટેલ અને શાળાના પ્રિન્સીપાલ ર્ડો આર.સી.મહેતા એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર શિવ બરંડાની સિદ્ધિને બિરદાવી હતી. માર્ગદર્શક વિનોદચંદ્ર.પી.પટેલ, ટેનિસ કોચ ટ્રેઈનર રવિન્દ્ર પુવાર અને અમિત ઉપાધ્યાયને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...