અકસ્માત:મોડાસાના રોહિતનગર પાસે બુલેટ અને બાઇક ટકરાતાં આધેડનું મોત

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુલેટ ચાલક પણ ઘાયલ, મૃતક બાઇકચાલક સેન્ટીંગનું કામ કરતા

મોડાસા મેઘરજ રોડ ઉપર આવેલા શીણાવાડની સીમમાં રોહિતનગર પાસે મોડી સાંજે બુલેટ અને બાઇક સામસામે ટકરાતા શીણાવાડના રાજપુરના બાઇકચાલક આધેડનું અમદાવાદમાં સારવાર દરમિયાન દરમિયાન મોત નિપજ્યું હતું.રોહિતનગર પાસેથી રાજપુર શીણાવાડના અને કડીયાકામના સેન્ટીંગનું કામ કરતા બાઇક ચાલક બાલુભાઈ ખેમાભાઈ તરાર (50) સાંજે પોતાની બાઇક નં. જીજે 31 એફ 6303 લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન મોડાસાથી મેઘરજ તરફ બુલેટ નંબર જીજે જીરો નાઈન સીટી 7050 નો ચાલકે સામેથી બાઇકને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બુલેટ ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને લોકોએ સારવાર માટે ખસેડ્યો હતો. અકસ્માતમાં શીણાવાડ રાજપુરના બાલુભાઈને બંને પગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને 108 દ્વારા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં હિંમતનગર સિવિલમાં અને ત્યારબાદ તેમની તબિયત વધુ ગંભીર જણાતા અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સોમવારે વહેલી સવારે તેમનું મોત થતાં તેમના પુત્ર ડાહ્યાભાઇ બાલુભાઈ તરારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બુલેટ ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...