અકસ્માતે મોત:ભિલોડાના તાલુકાના રામેળામાં આધેડની ગળે ફાંસો ખાધેલી લાશ મળી

મોડાસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાઇનાન્સનો હપ્તો ભરવાના પૈસા લેતો આવું કહી ઘરેથી નીકળ્યા હતા
  • ગામની સીમમાં આંબાના વૃક્ષ સાથે દોરડાથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
  • પોલીસે આગળની તપાસ હાથ ધરી

ભિલોડા તાલુકાના રામેળામાં નમ્ર ફાઇનાન્સનો હપ્તો ભરવા માટે પૈસા લેતો આવું તેમ કહીને ઘરેથી નીકળેલા 50 વર્ષિય આધેડની ગામની સીમમા આંબાના વૃક્ષ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે તેની પત્નીએ શામળાજી પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ગોરધનભાઈ બદાભાઈ કટારા 50 બુધવારે પરિવાર સાથે ઘરે હતા. દરમિયાન તેમને નમ્ર ફાઇનાન્સ નો લોનનો હપ્તો ભરવાનો હોવાથી તેઓ ગામમાંથી પૈસા લઈને આવું છું તેમ કહીને 11:00 નીકળ્યા હતા અને તેમને ગામના અરવિંદભાઈ કટારા ને મોબાઈલ પર ફોન કરીને કહ્યું હતું કે મારા ભાઈ અલવિદા રામ રામ ત્યારબાદ આ અંગે તેમની પત્નીને જાણ થતાં તેમના પરિવારે રાજસ્થાન તેમજ આજુબાજુ તેમની તપાસ હાથ ધરી હતી.

બાદમાં ગોરધનભાઈ નો મૃતદેહ ગામની સીમમાં આવેલા ખેતરમાં આંબાના વૃક્ષ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. આ અંગે મૃતકના પત્ની હંસાબેન ગોરધનભાઈ કટારાએ શામળાજી પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે ગોરધનભાઈ બદાભાઈ કટારા 50ના મોત અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...