ભીલોડા તાલુકા ભાજપની બેઠક:ભિલોડામાં આવનારી ગૌરવ યાત્રાના આયોજન માટે બેઠક મળી; આગામી સમયમાં શામળાજીમાં જાહેર સભા યોજાશે

અરવલ્લી (મોડાસા)2 મહિનો પહેલા

હાલ વિધાનસભા ચૂંટણી નજીકમાં છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ એડીચોંટીનું જોર લગાવી રહીં છે. પાર્ટીઓ અલગ અલગ કાર્યક્રમો દ્વારા મતદારોના માનસ પર પોતાની પાર્ટીના મુદ્દાઓ છતાં કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. ત્યારે શામળાજી સર્કિટ હાઉસ ખાતે ભિલોડા તાલુકામાં આવનારી ગૌરવ યાત્રાના આયોજન માટે ભીલોડા તાલુકા ભાજપની બેઠક મળી હતી.

યાત્રાધામ શામળાજી આશ્રમ ચાર રસ્તા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં ભિલોડા ભાજપ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી 20 ઓક્ટોબરના રોજ ગુજરાત ગૌરવ યાત્રા સાંજે 4 કલાકે ભિલોડા તાલુકામાં પ્રવેશવાની છે. ત્યારે તેની તૈયારી માટે એક અગત્યની બેઠક મળી હતી. યાત્રા ભિલોડા તાલુકામાં પ્રવેશે એ સમયે યાત્રાનું 4 સ્થાનો પર સ્વાગત કરવાનું બેઠકમાં નક્કી કરાયું. તેમજ શામળાજી એકલવ્ય મોડેલ સ્કૂલમાં જાહેરસભાનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી યાત્રાને અને સભાને સફળ બનાવવા માટે ભિલોડા તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યોએ હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...