ઉમેદવારને બહુમતીથી જીતાડવા હાકલ:ભિલોડામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં સભા યોજાઈ

અરવલ્લી (મોડાસા)3 મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે, એમ રાજકીય પાર્ટીઓ પોતાના પક્ષ તરફ મતદારોને રીઝવવા માટે સભાઓ રેલીઓ યોજતા હોય છે. ત્યારે ભિલોડા ખાતે ભાજપ દ્વારા ઉમેદવાર પી.સી બરંડાના જંગી બહુમતીથી જીતાડવા માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી.

અર્જુન મુંડાની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઇ
અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આજરોજ અગ્રેસર ગુજરાત અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ભિલોડા વિધાનસભા બેઠકના ઉમેદવાર પી.સી બરંડાના પ્રચાર-પ્રસાર માટે કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઇ હતી. મંત્રી અર્જુન મુંડાએ કેન્દ્ર સરકારે આદિ આદિવાસી યોદ્ધાઓનું બલિદાન અને આદિવાસીઓના બલિદાનને ધ્યાને લઇ કેન્દ્રની સરકારે અનેક યોજનાઓ દ્વારા આદિવાસીઓના હિતમાં કામો કર્યા હોવાનું જણાવ્યું હતું.

પી.સી બરંડાને જંગી મતોથી જીતાડવા મતદારોને અપીલ
તો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પણ સરકારની યોજનાઓ કોરોના કાળમાં સરકારે કરેલી સફળ કામગીરી અને 150 દેશને વેકસીન પહોંચાડી જેણે એક ઉમદા કાર્ય કર્યું છે. એમના માટે ગાળો દેવા વાળાઓની વાતમાં આવ્યા વગર જંગી મતદાન કરી ઋણ અદા કરવા આહવાન કર્યું હતું. જેમાં સભા સ્થળે લોકોને અભિપ્રાય પત્ર આપી લોકોના અભિપ્રાય પત્ર રૂપાલાંજીએ પેટી લઇ મોદી સુધી પહોંચાડવાની બોહેધારી આપી હતી. જાહેર સભામાં ઉમેદવાર પી.સી બરંડાને જંગી મતોથી જીતાડવા મતદારોને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...