આયોજન:ભિલોડાના ધમ્બોલિયાામાં આજે 5 જિલ્લાના પૂર્વ અર્ધલશ્કરી દળના સૈનિકોની બેઠક યોજાશે

મોડાસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેરા મિલિટરી ફોર્સના જવાનોએ સૈનિક કલ્યાણ બોર્ડના જવાનોને જે લાભો મળે છે તેવા તમામ લાભો આપવા અને અર્ધ સૈનિક કલ્યાણ બોર્ડ બનાવવા માંગણી કરી

અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધમ્બોલિયા પાલ્લા ખાતે આજે રવિવારે માજી પેરા મિલિટરી ફોર્સના જવાનોના પરિવારોના પડતર પ્રશ્ને અને હક માટે રાજ્ય પેરામિલિટરી વેલ્ફેર એસોસિએશનની ખાસ બેઠક મળવાની છે. જેમાં સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને અરવલ્લી સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાંથી અર્ધલશ્કરી દળના માજી સૈનિકો ઉપસ્થિત રહેવાના છે. ભિલોડાના ધમ્બોલિયા રાયપુર પાસે માજી-પેરામિલેટ્રી અર્ધલશ્કરી સંગઠનના પ્રાણ પ્રશ્નોને લઇ એક મિટિંગનું આયોજન તારીખ 12 જૂનના રવિવારના રોજ સવારે 9:00 રાખવામાં આવ્યું છે.

જેમાં અર્ધલશ્કરી દળના પરિવારના સદસ્ય જેવા કે યુદ્ધમાં ઘવાયેવ તેમજ શહીદ જવાનોના પરિવારના ઉત્થાન માટે પેરામિલિટરી વેલ્ફેર એસોસિએશન ગુજરાત, તેમજ ગુજરાત અર્ધલશ્કરી દળ એસોસિયનના સંયુક્ત ઉપક્રમે ભૂતપૂર્વ અર્ધલશ્કરી દળના જવાનોના હક માટે અભિયાન હાથ ધરાયું છે. ગુજરાત પ્રદેશ સંગઠનના પ્રમુખ પટેલ દીપેશભાઈ અને મંત્રી ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે 1963થી 1983 સુધી અર્ધલશ્કરી દળના જવાનોને આર્મીની સમકક્ષ માનીને તમામ લાભો આપવામાં આવતા હતા.

​​​​​​​ પરંતુ 1983 બાદ અર્ધ લશ્કરી દળના નિવૃત જવાનોને અન્ય સ્થળે નોકરી મળતી નથી તેમજ શહીદોના પરિવારો સરકારી લાભોથી વંચિત રહી જાય છે. તદુપરાંત યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોને નિવૃત કરી દેવામાં આવતા તેમની સ્થિતિ ન ઘરના કે ન ઘાટના જેવી થાય છે. તેથી અર્ધલશ્કરી નિવૃત સૈનિકના જવાનો માટે સરકાર દ્વારા અર્ધલશ્કરી કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે અને તેમના પરિવારોને લાભો આપવામાં આવે તે માટે પાંચ કરતાં વધુ જિલ્લાના નિવૃત લશ્કરી દળના જવાનોની ભિલોડા તાલુકા ખાતે બેઠકનું આયોજન કરાયું છે. જેમાં નિવૃત સૈનિકો દ્વારા રણનીતિ ઘડવા માટે તખ્તો તૈયાર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...