• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • A Meeting Of Congolese Workers Was Held At The Dholwani Congress Office In Bhiloda Under The Chairmanship Of The District Congress President

રાજસ્થાનના મુખ્યમંત્રીનો ચૂંટણી લક્ષી કાર્યક્રમ:ભિલોડાના ધોલવાણી કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષ સ્થાને કોંગી કાર્યકરોની બેઠક મળી

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે તેમ દરેક રાજકિય પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે અવનવા રાજકીય બેઠકો અને કાર્યક્રમ યોજાતા જાય છે. ત્યારે ભિલોડામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

ભિલોડા વિધાનસભા બેઠક ગત ચૂંટણીમાં કોંગ્રેસ હસ્તક હતી. કોંગી ધારાસભ્ય ડો.અનિલ જોષીયરાના અવસાન બાદ આ બેઠક કબજે કરવા ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીએ કમર કસી છે. ત્યારે ભિલોડાના ધોલવાણી કોંગ્રેસ કાર્યાલય ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારના અધ્યક્ષ સ્થાને કોંગી કાર્યકરોની એક બેઠક મળી હતી. જેમાં આગામી સંભવત તા. 29 અથવા 30 ના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો ચૂંટણી લક્ષી કાર્યક્રમ છે. જેના આયોજન માટે કોંગ્રેસ અગ્રણીઓની બેઠક મળી હતી.

અન્ય સમાચારો પણ છે...