કાર્યવાહી:ભિલોડામાંથી દારૂ સાથે રૂ.4.14 લાખની મત્તા સાથે શખ્સ ઝબ્બે

ભિલોડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેજલપુર અમદાવાદનો શખ્સ પોલીસે પકડ્યો

ભિલોડા પોલીસ ગુરુવારે રાત્રે દિવાળીના તહેવાર નિમિત્તે બજારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ઇકોની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ બોટલ અને ગાડીની કિંમત મળી રૂ.414200નો મુદ્દામાલ સાથે 1 શખ્સને પકડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભિલોડા પી.એસ.આઈ અને તેમના સ્ટાફ શહેરમાં દિવાળી નિમિતે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પ્રોહી.

પ્રતિબંધક એરિયામાં ગેરકાયદેસરનો વગર પાસ પરમીટે પોતાના કબ્જાની ઇકો નંબર-GJ10 DE 1878ની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -696 કિંમત રૂ.1,63,200 /- નો પ્રોહી.મુદ્દામાલ તથા મારુતિ ઇકો ગાડીની રૂ 2,50 હજાર તથા મોબાઇલની કિંમત રૂ.1000 મળી રૂ.4,14,200/-નો મુદ્દામાલ સાથે વેજલપુર (અમદાવાદ) આફતાબ યાસિનભાઈ શેખને પકડાઈ જઈ તથા સીદીકભાઈ ને ગુનો કરવામાં મદદગારી કરી મળી નહિ આવી ગુનો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...