કાર્યવાહી:મહિસાગરના સંતરામપુરથી ચોરેલ બાઇક સાથે શખ્સ ઝબ્બે

મોડાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા ટાઉન પોલીસ દ્વારા નેત્રમ શાખાની મદદથી કાર્યવાહી

મોડાસા ટાઉન પોલીસ દ્વારા નેત્રમ શાખા અરવલ્લીની મદદથી ચોરી થયેલ મોટર સાયકલ તથા આરોપીને મહીસાગરના સંતરામપુરથી શોધી કાઢવામાં આવ્યો હતો. મોડાસાના મહંમદફયાજ અબ્દુલકરીમ નગદા રહે.કોટ વિસ્તાર જમાતખાના, મોડાસાની સફા પાર્લર નામની દુકાન આગળ હોન્ડા કંપનીનુ મોટરસાયકલ પાર્ક કરેલું હતું તારીખ 28 જૂન 12.30 કલાકે મોટરસાયકલ અજાણ્યા વ્યક્તિ ચોરી કરી પલાયન થઈ જતાં વેપારીએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તદુપરાંત તેણે નેત્રમ શાખામાં પણ ફરિયાદ કરી હતી.

જેના આધારે નેત્રમ ટીમ દ્વારા અરજદારની અરજી પ્રમાણે ફૂટેજ ચેક કરતા પ્રાથમિક માહિતી એકત્ર કરી CCTV ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. CCTV ફૂટેજ ચકાસણી દરમિયાન કોઇક અજાણ્યા વ્યક્તિ તેઓનુ મોટર સાયકલ લઇ ચારરસ્તા, સાઇમંદિર તથા સહયોગ ચોકડીના કેમેરા ચેક કરતા તસ્કર માલપુર તરફ જતો દેખાયો હતો.

ત્યાર બાદ તે મોટરસાયકલ નંબર GJ31E7866 ITMS સોફ્ટવેરમાં ચેક કરતા જેની માહિતી મોડાસા ટાઉન પોલીસને આપવામાં આવી હતી.જેના આધારે મોડાસા ટાઉન પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે આરોપી દિનેશભાઈ બાબુભાઈ તાવિયાડ રહે મોટીકયાર તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ને મોટરસાયકલ સાથે સંતરામપુરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...