સરકારી વાહનો હોય કે પ્રાઇવેટ, સમયાંતરે તેનું મેઇન્ટેનન્સ કરાવવું પડે છે અને જો ના થાય તો વાહનમાં આગ કે અન્ય કોઈ ખામી પેદા થાય છે. ત્યારે મોડાસા ST ડેપોના પાર્કિંગમાં ઊભી રહેલી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા
મોડાસા બસ સ્ટેશન હાલ હંગામી ધોરણે સહકારી મેદાનમાં શરૂ કરવામાં આવેલું છે. આ બસ સ્ટેશનના પાર્કિંગમાં એક ST બસ ઊભી હતી ત્યારે અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. આસપાસ વર્કશોપમાં કામ કરતા કારીગરોની નજર પડી ત્યારે બસના આગળના ભાગે આવેલ એન્જીન સળગતું જોવા મળ્યું હતું.
કોઈ જાનહાનિ થઈ નથી
વર્કશોપના કારીગરોએ મોડાસા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગને કાબૂમાં લીધી હતી. આમ ST બસનું મેન્ટેનન્સ બરાબર થતું ના હોય ત્યારે આવી બસ માં આગની ઘટનાઓ બનતી હોય છે. જો કે બસમાં આગ લાગી ત્યારે તેમાં કોઈ હાજર નહોતું. બસ પાર્કિંગ એરિયામાં હતી એટલે કોઈ જાનહાનિ થઈ નથી. આવી ઘટનાઓ બનતાં ST તંત્રએ સતર્ક રહેવાની જરૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.