• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • A Grand Procession Of Gadipati Sant Gyaneshwar Maharaj Of Prerna Peeth Pirana, The Shrine Of Kutch Kadwa Patidar Samaj, Was Held At Modasa.

શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું:મોડાસા ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજના તીર્થધામ પ્રેરણા પીઠ પીરાણાના ગાદીપતિ સંત જ્ઞાનેશ્વર મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

અરવલ્લી (મોડાસા)24 દિવસ પહેલા

કોઈપણ સમાજ હોય પોતાના ધર્મની જ્યોત જગાવવા માટે જન જાગૃતિના કાર્યક્રમો આપતા હોય છે. ત્યારે આજે કચ્છ કડવા પાટીદાર સમાજના તીર્થધામ પીરાણાના ગાદીપતિ મોડાસાના આનંદપુર કંપાની મુલાકાતે આવ્યા હતા.

મોડાસાના અનંદપુર કંપા ખાતે કચ્છી પાટીદારોના તીર્થસ્થાન પ્રેરણા પીઠ પીરાણાના ગાદીપતિ સંત જ્ઞાનેશ્વર મહારાજની શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમ ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત યોજાયો હતો. જેમાં પીરાણા પ્રેરણા પીઠ દ્વારા આશીર્વચન પઠાવવામાં આવ્યા હતા. આ ધર્મ જાગરણ યાત્રા મોડાસા તાલુકાના અલગ અસગ વિસ્તારમાં ફરશે અને કચ્છી સમાજ દ્વારા આ શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાશે. ત્યારે ધર્મની ધજા લહેરાય તે માટે સૌ જ્ઞાતિજનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...