બકરો બન્યો આકર્ષણનું કેન્દ્ર:અરવલ્લીના માલપુરમાંથી પસાર થતા પદયાત્રીઓ સાથે બકરો અંબાજી જવા નીકળ્યો; સંઘ સાથે ચાલતાં-ચાલતાં 45 કિમી અંતર કાપી નાખ્યું

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

હાલ ભાદરવી પૂનમને લઈને દૂર દૂરથી પદયાત્રીઓ ચાલતા અંબાજી જઇ માતાજીને શિષ ઝુકાવવા લાખોની સંખ્યામાં નીકળ્યા છે, ત્યારે એક બકરો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માલપુરથી મધ્ય ગુજરાતના લાખો પદયાત્રીઓ અંબાજી જવા માટે ચાલતા નીકળ્યા છે. ત્યારે ટીસ્કી પાસેથી પસાર થતા એક પદયાત્રા સંઘમાં બકરો પણ ચાલતા ચાલતા સંઘ સાથે નીકળ્યો છે. અન્ય પદયાત્રીઓ જ્યાં ઉભા રહે ત્યાં આ બકરો ઉભો રહે છે અને જ્યાં પદયાત્રીઓ જમેં ત્યાં આ બકરો પણ જમે છે. ઉપરાંત જે વીસામા પર અન્ય પદયાત્રીઓ રાતવાસો કરે ત્યાં જ આ બકરો રોકાય છે.

બકરાએ પદયાત્રી અને અન્ય ભક્તો સહિત પ્રજાજનોનું ધ્યાન કેન્દ્રિત કર્યું
આ બકરો ચાલી નીકળતાં તેની માતાજી પ્રત્યેની શ્રદ્ધા હોવાની વાતોએ જોર પકડ્યું છે. તમામ પદયાત્રી અને અન્ય ભક્તો સહિત પ્રજાજનોનું તેણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્યારે જે પદયાત્રીઓ સાથે આ બકરો ચાલતો ચાલતો અંબાજી જવા નીકળ્યો છે એ પદયાત્રીઓ એ જણાવ્યું છે કે આ બકરો મહીસાગર જિલ્લાથી એમના સંઘ સાથે ચાલી રહ્યો છે. ઉપરાંત 45 કિલોમીટર અંતર પણ બકરાએ ચાલતાં ચાલતાં કાપ્યું છે અને છેક અંબાજી સુધી અમારી સાથે આવશે અને માતાજીના દર્શન કરશે

અન્ય સમાચારો પણ છે...