ફ્લેગ માર્ચનું આયોજન:મોડાસાના સંવેદનશીલ વિસ્તારમાં સીમા શસ્ત્ર દળ અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ; કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આયોજન

અરવલ્લી (મોડાસા)12 દિવસ પહેલા

હાલ વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે. ત્યારે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ ખાસ જરૂરી છે. ત્યારે જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં સીમા શસ્ત્ર દળ અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી

ટીંટોઇ મોડાસા તાલુકાનું સૌથી મોટું ગામ અને વધારે બુથ ધરાવતું ગામ છે. ત્યારે સરકારી ચૂંટણી તંત્ર દ્વારા ટીંટોઇના તમામ બુથ સંવેદનશીલ તરીકે મુકવામાં આવ્યા છે.જેમાં ચૂંટણી દરમિયાન આવા બુથ પર અને વિસ્તાર માં કોઈ અસામાજિક તત્વો દ્વારા એવી કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ના થાય તે માટે ચૂંટણી અગાઉ સીમા શસ્ત્ર દળ અને પોલીસ દ્વારા ટીંટોઇ નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેના કારણે અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે

અન્ય સમાચારો પણ છે...