શામળાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય ચીજો બનાવતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરતાં ખાદ્ય ચીજોમાં મિલાવટ કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ભાગીરથી રેસ્ટોરન્ટના માલિકને પાપડીમાં ફૂડ કલરની ભેળસેળ કરવા બદલ રૂ.20હજાર દંડ ફટકારી પાપડીના નમૂના લીધા હતા.
શામળાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અચાનક ખાદ્ય ચીજો વેચતા લોકોની દુકાનો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શામળાજીના ભાગીરથી રેસ્ટોરન્ટમાં પાપડીમાં કલરની ભેળસેળ મળી આવતાં વેપારી પિતા-પુત્ર સામે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં વેપારી શર્મા રોહિત સતીષભાઈ તથા શર્મા સતીષ બલકિશન ભાઈને સંયુકત રીતે રૂ. 20,000નોદંડ ફટકારતાં અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
અરવલ્લી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ.ગણાવાએ પાપડીના નમૂનામાં ફૂડ કલરની ભેળસેળ કરાયું હોવાનું અને ફરસાણમાં ફૂડ કલર પ્રતિબંધિત હોવા છતાં તેનો ઉપયોગ કરાતાં પાપડી ના નમૂના લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.