અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ:ભિલોડાના ટોરડામાં લોન મામલે ફાઇનાન્સ કંપનીના કર્મીને માર્યો

મોડાસા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમારી લોન કેમ પાસ કરતો નથી કહી હુમલો, 1 મહિલા, 1 પુરુષ અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ભિલોડાના ટોરડામાં લોનના હપ્તા લેવા ગયેલા સ્પંદના ફાયનાન્સ લિમિટેડ કંપનીના કર્મીને અમારી લોન કેમ પાસ કરેલ નથી તેમ કહી લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

ભિલોડાની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા અને ફાયનાન્સ કંપનીમાં કામ કરતાં છનાભાઇ બારૈયા ટોરડામાં લોનના હપ્તા લેવા જતા શંકરભાઈ કહેવા લાગ્યા કે અમારી લોન કેમ પાસ કરેલ નથી કહી ફાઇનાન્સ કંપનીનો ઉપરોક્ત કર્મી બાઇક લઇ જતો હતો. તે દરમિયાન3 જેટલા શખ્સો છનાભાઇ બારૈયાને ટોરડાના શંકરભાઈ કાળુભાઈએ લાકડી વડે ડાબા પગે બે-મારી અન્ય બે અજાણ્યા શખ્સોએ આ ગુનામાં મદદગારી કરી ભાગી છૂટ્યા હતા.

આ અંગે છનાભાઇ રણછોડભાઇ બારૈયાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં શંકરભાઈ કાળુભાઈ, આશાબેન શંકરભાઈ બંને રહે. ટોરડા તા. ભિલોડા અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...