બેન્કના ડિરેક્ટર અને મેનેજર વચ્ચે હાથાપાઈ:મેઘરજની નાગરિક સહકારી બેન્કમાં અગમ્ય કારણોસર થયો ઝધડો, સીસીટીવી કેમેરાના દર્શયો સામે આવ્યા

અરવલ્લી (મોડાસા)17 દિવસ પહેલા

મેઘરજ નાગરિક સહકારી બેન્કએ ગામની કામધેનુ નાણાકીય સંસ્થા છે. આ સહકારી બેન્કનો વહીવટ ગામના સભાસદો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારે નાણાકીય સંસ્થામાં બેઠેલા વહીવટકર્તા અને કર્મચારીઓમાં સંયમ એ મુખ્ય બાબત છે. ત્યારે મેઘરજ નાગરિક સહકારી બેન્કમાં કંઈક અલગ જોવા મળ્યું. બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટરો અને મેનેજર બેન્કના મકાનમાં સભાખંડમાં બેસી કોઈ બાબતની ચર્ચા કરી રહ્યાં હતા. ત્યારે એકા-એક ડિરેક્ટર ઉશ્કેરાઈ મેનેજરને ઉગ્ર રજુઆત કરી રહ્યાં. ત્યારે બાજુમાં બેસેલ અન્ય ડિરેક્ટરે ઉભા થઇ મેનેજરને એક ચોળી દિધી અન્ય ડિરેક્ટરો પણ ઉશ્કેરાઈ ગયા. જોકે બીજા ડિરેક્ટરોએ ઉગ્ર બનેલા અન્ય ડિરેક્ટરો અને મેનેજરને શાંત પાડ્યા. આ સમગ્ર બાબતના સીસીટીવી ટીવી કેમેરાના દર્શયો બહાર આવ્યા છે. ત્યારે આ જોઈને આપણે અનુમાન કરી શકીએ છીએ કે આતો નાણાકીય બેન્ક છે કે યુદ્ધનું મેદાન.

અન્ય સમાચારો પણ છે...