ઓર્ગેનિક ખેતી:મેઘરજના રવિપુરા કંપાના ખેડૂતે કેસર કેરીની ઓર્ગેનિક ખેતી કરી

મોડાસા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે બેઠા બેઠા વેચાણ કરી ‌4 લાખની કમાણી કરી

અરવલ્લીમાં હવે ખેડૂતો બાગાયતી પાકો તરફ વળવા લાગ્યા છે. મેઘરજના રવિપુરા કંપા ના જાગૃત ખેડૂતે પરંપરાગત ખેતી છોડી બાગાયતી પાક તરીકે ઓર્ગેનિક પદ્ધતિથી કેસર કેરીની ખેતી કરીને સિઝનમાં રૂ.4 લાખનો નફો મેળવ્યો હતો. આ ખેડૂતે અન્ય ખેડૂતોને પણ બાગાયતી પાકોની ખેતી પાકૃતિક રીતે ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

રવિપુરાકંપામાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલ પહેલા કપાસ, એરંડા અને ઘઉંની ખેતી કરતા હતા. જેમાં તેમને બહુ સારુ વળતર મળતું ન હતું. આ ખેડૂતે બાગાયતી પાકોમાં સાહસ ખેડી ને ઓર્ગેનિક પદ્ધતિથી કેસર કેરીની ખેતી કરી છે. ખેડૂતને બાગાયત ખાતા દ્વારા ફળ પાકના સંગ્રહ કરવા માટે ઓન ફાર્મ પેક હાઉસ બનાવવા રૂ.2 લાખની સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.

યોગ્ય માર્ગદર્શન અને સહાય મળતાં જીતેન્દ્રભાઈ પટેલે તેમના ખેતરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રકૃતિક કેસર કેરીની ખેતી કરી. છેલ્લા વર્ષ 2019-2022 માં તેમને 2.75 લાખનો ખેતી ખર્ચ કરી કેરીની ખેતી કરી હતી. જેનું ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું. ખેડૂતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રવિ ઓર્ગેનિક કેસર મેન્ગો નામનું વેબ પેજ બનાવી તેનું ઘરે બેઠાં જ વેચાણ કરીને રૂ. 4 લાખ જેટલો નફો મેળવ્યો છે.

આ નફો તેમની પરંપરાગત ખેતીના 5 વર્ષના નફા કરતાં પણ વધારે છે હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. બાગાયતી પાકમાં ખેડૂતની સફળતા જોઇને અન્ય ખેડૂતો પણ હવે ચોમાસાની ઋતુમાં કેસર કેરીની ખેતી કરવા પ્રેરાયા છે.

અન્ય સમાચારો પણ છે...