અર્બુદા સેનાનું શક્તિ પ્રદર્શન:મોડાસામાં અર્બુદા સેનાના પ્રમુખની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું, કાર્યાલયનો શુભારંભ કરાયો

અરવલ્લી (મોડાસા)18 દિવસ પહેલા

હાલ ચૂંટણીઓ નજીકમાં છે, ત્યારે દરેક રાજકીય કે સામાજિક સંગઠન દ્વારા શક્તિ પ્રદર્શનો યોજવામાં આવે છે. ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે અર્બુદા સેનાનું શક્તિ પ્રદર્શન પૂર્વ ગૃહમંત્રી અને અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયું હતું.

મોડાસા ખાતે આજે પૂર્વ ગૃહમંત્રી અને અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન અને ગુજરાત અર્બુદા સેનાના કન્વીનર વિપુલ ચૌધરીની ઉપસ્થિતિમાં અર્બુદા સેનાનું સંમેલન યોજાયું સંમેલન શરૂ થાય એ પહેલાં ભવ્ય બાઇક રેલી સાથે શોભાયાત્રા યોજાઈ હતી. વિશાળ સંખ્યામાં અર્બુદા સેનાના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મોડાસાના મેઘરજ બાયપાસ રોડ પર અર્બુદા સેનાનું કાયમી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

પોતાના નિવેદનમાં વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, મારો સમાજ એજ મારો હાઇકમાન્ડ છે જે અર્બુદા સેના અમારો સામાજિક એજન્ડા જે સરકાર સ્વીકારે એની સાથે રહીશું ડબલ એન્જીન સરકાર અમારા સમાજને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના લાભો આપે અમે દૂધના દાઝેલા છીએ છાશ ફૂંકીને પીશું એવું નિવેદન વિપુલ ચૌધરીએ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...