પોલીસ ફરિયાદ:ભિલોડાના કુડોલપાલમાં મહિલાને ગોંધી રાખી મારતાં ફરિયાદ નોંધાઇ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ, સાસુ અને સસરાનો 50હજાર માગી ત્રાસ

ભિલોડાના કુડોલપાલમાં મહિલાને ત્રાસ આપી વારંવાર મારઝૂડ કરી રૂ. 50હજારની માંગણી કરી ઘરમાં ગોંધી રાખી લાકડીથી મારતાં મહિલાએ પતિ સાસુ અને સસરાં વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કુડોલપાલમાં નયનાબેનના લગ્ન 13 વર્ષ અગાઉ થયા હતા. બે સંતાનોની માતાને સાસુ-સસરાની ચડામણીથી અવારનવાર પતિ મહેશભાઇ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપીને તેના ઉપર વહેમ કરી મારઝૂડ કરી તા. 8 જુલાઇએ ઘરમાં ગોંધી રાખી હતી.

દરમિયાન પતિ ડેરીમાં દૂધ ભરવા જતાં મહિલા નીકળી ગઈ હતી. પરંતુ પતિએ તેને ખેતરમાં પકડી પાડીને લાકડી વડે મારી તેમજ ગડદાપાટુનો મારમારતાં મહિલાને 108 દ્વારા સારવાર માટે ખસેડાઇ હતી. આ અંગે નયનાબેન મહેશભાઈ પ્રેમજીભાઈ અસારીએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે કંકુબેન પ્રેમજીભાઈ અસારી, પ્રેમજીભાઈ નાનજીભાઈ અસારી તેમજ મહેશભાઈ પ્રેમજી અસારી તમામ રહે કુડોલપાલ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...