કોઈપણ તહેવાર હંમેશા ભારે કહેવતો હોય છે. ત્યારે આવા સમયે વાહન ચાલકોએ સતર્કતા રાખીને વાહન ચલાવવું જોઈએ, નહીં તો ક્યારેક અકસ્માત સર્જતો હોય છે.
માલપુરના આંકલીયા પાસે સાંજના સમયે એક પરિવાર કાર લઈને હોળીનો તહેવાર મનાવવા માટે વતન તરફ જઈ રહ્યો હતો. ત્યારે માલપુરના આંકલીયા પાસે ચાલુ કારે કારનું ટાયર અચાનક ફાટ્યું અને કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો. જેથી કાર એકાએક ડીવાયડર પર ચડી એકાએક પલટી હતી. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને કારમાં સવાર પરિવારના ત્રણેય સદસ્યોને બહાર કાઢ્યા હતા. જોકે સદનસીબે કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.