શહેરમાં વધતા જતા ટ્રાફિક અને આડેધડ વાહનોના પાર્કિંગને કારણે ઘણી વખત અકસ્માતો થતા હોય છે. ત્યારે મોડાસા શહેરના મુખ્ય બજારમાં આવેલ શ્યામસુંદર શોપિંગ આગળ એસટી બસની અડફેટે બાઇક સવારને અકસ્માત નડ્યો હતો.
મોડાસા શહેરના મુખ્ય માર્ગ પર આવેલા શ્યામસુંદર શોપિંગ પાસે ગઈકાલે મોડાસાના જીવણપુર ગામનો એક યુવક પોતાના કામકાજ અર્થે મોડાસા આવેલો હતો. કામકાજ પરવારી પોતાના વતન જીવણપુર જવા બાઇક પર નીકળ્યો હતો. એવામાં એક એસટી બસ પૂરપાટ ઝડપે આવી રહી હતી અને બાઇક સવાર યુવકને અડફેટે લીધો હતો.
બાઇક સવાર ગંભીર રીતે ઘવાયો હતો અને રોડ પર પટકાયો હતો. મહત્ત્વની બાબત એ છે કે, એસટીનો ચાલક બાઇક સવાર યુવકને અડફેટે લઈ ફરાર થઇ ગયો હતો. આસપાસ ના લોકો એ બાઇક સવાર ને ઉભો કરી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આમ એસટી ચાલક ડ્રાયવરની બેદરકારી સામે આવી છે અને સાથે સાથે મોટા મોટા શોપિંગો આગળ પાર્કિંગ વ્યવસ્થા ન હોવાના કારણે આડેધડ વાહનો પાર્ક કરાતા હોય છે. જેના કારણે આવા અકસ્માતો થતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.