અકસ્માત:મોડાસામાં રાત્રે રોડ ક્રોસ કરતાં 30 વર્ષીય યુવાનનું વાહનની ટક્કરે મોત

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલોદના બડોદરાનો યુવાન રાત્રે પેશાબ કરવા જતાં વાહન ચાલકે ઉડાવ્યો

મોડાસાના હજીરા વિસ્તારમાં દ્વારકેશ હોન્ડા શોરૂમ આગળ રાત્રે છોટાહાથીમાં સૂઈ રહેલા તલોદના બડોદરાનો 30 વર્ષીય યુવાન રોડ ક્રોસ કરીને પેશાબ કરવા જઈ રહ્યો હતો દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેને સારવા માટે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો.

મોડાસા શામળાજી રોડ ઉપર હજીરા વિસ્તારમાં દ્વારકેશ હોન્ડા શોરૂમ આગળ હોન્ડા કંપનીની જાહેરાતનું કામ કરતા તલોદ તાલુકાનો ચાલક અને અન્ય બે યુવાનો છોટાહાથી નંબર gj 20u 44 47 માં સૂઈ ગયા હતા દરમિયાન છોટા હાથીમાં સૂઈ રહેલો જયદીપસિંહ મદનસિંહ ઝાલા (30) રહે બડોદરા કાલીપુરા તા. તલોદ સાબરકાંઠા મોડી રાત્રે ઉઠીને રોડ ક્રોસ કરી પેશાબ કરવા જઈ રહ્યો હતો.

દરમિયાન પૂરપાટ ઝડપે અને બે ફિકરાયથી આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતાં તેના શરીરે અને માથાને ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે સિવિલ અમદાવાદ લઈ જવા આવ્યો હતો જ્યાં જયદીપસિંહનું મોત થતા છોટા હાથીના ચાલક કનુસિંહ ચેહરસિંહ ઝાલા રહે. પનાપુર તા. તલોદે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...