જગદીશ ઠાકોરના આકરા પ્રહારો:ભિલોડામાં કોંગ્રેસ સંકલ્પ સંમેલનમાં જગદીશ ઠાકોરે કહ્યુંકે 95 % અધિકારી અને પોલીસકર્મીઓ સારા છે, 5% એ ભાજપની ચડ્ડી પહેરી

મોડાસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ સંકલ્પ સંમેલન - Divya Bhaskar
કોંગ્રેસ સંકલ્પ સંમેલન
  • ભિલોડામાં કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં જગદીશ ઠાકોરના પ્રહાર
  • કોંગ્રેસની સરકાર આવશે તો પેપર ફોડવાવાળાને જેલના સળિયા પાછળ ધકેલવાની અને 500 મીટર કપડાં વગર દોડાવાની ધમકી

ભિલોડામાં કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જનમેદનીને સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે 95% અધિકારી અને પોલીસ કર્મીઓ સારા છે અને કાયદાને જાણે છે પરંતુ પાંચ ટકા કર્મીઓએ ભાજપની ચડ્ડી પહેરી છે અમારી સરકાર આવશે તો 9 વખત અને 14 વખત પેપર ફોડવાવાળાઓને જેલના સળિયા પાછળ ધકેલી દઇશું. આવા લોકોને 500 મીટર કપડાં વગર દોડવાની તૈયારી રાખવા ગર્ભિત ધમકી ઉચ્ચારી હતી.

પેપર ફોડનાર લોકોને પાતાળમાંથી શોધી જેલના સળિયા ગણાવીશઃ જગદીશ ઠાકોર
સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અને ઠાકોર સમાજના તેમજ પટેલ અને અન્ય સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને સાફો પહેરાવી તલવાર આપી સન્માન કર્યું હતું. 9-9 વખત અને 14 વખત પેપર ફોડનાર લોકોને પાતાળમાંથી પણ શોધી લાવી જેલના સળિયા પાછળ ધકેલી દઈશું આવા લોકોને 500 મીટર કપડા વગર તોડવાની તૈયારી રાખવા ગર્ભિત ધમકી પણ ઉચ્ચારી હતી.

બેઠક કોંગ્રેસ ની છે અને રહેશેઃ ધારાસભ્ય અનિલ જોષીયારા
પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી પૂર્વ સાંસદ તુષારભાઈ ચૌધરી પૂર્વ સાંસદ પ્રભાબેન તેમજ ધારાસભ્ય જશુભાઈ પટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર ભાઈ પારગી કાન્તીભાઈ ખરાડી રાયસંગભાઈ ડામોર અને ઠાકોર, આદિવાસી સમાજના અગ્રણીઓ હાજર હતા. પૂર્વ સાંસદ તુષારભાઈ ચૌધરીએ ભિલોડા બેઠકના ધારાસભ્ય અનિલ જોષીયારાને યાદ કરતા જણાવ્યું કે આ બેઠક કોંગ્રેસ ની છે અને રહેશે આ બેઠક પરથી ચૂંટાયેલ પ્રતિનિધિ ગાંધીનગર સુધી પ્રજાનો અવાજ પહોંચાડવા આદિવાસી સમાજને બેઠક જાળવી રાખવા હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...