અરવલ્લી એલસીબી પીઆઇ સીપી વાઘેલાને બાતમી મળી હતી કે મોડાસા બાયપાસ પર મેઘરજ ચોકડી પાસે ફ્લોરેટ કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી મેરીલેન્ડ હોટેલમાં રૂમ નંબર 409 હોટેલના મેનેજર જયંતીલાલ કાલુ લાલજી પટેલ રહે. સલુમ્બર જિ. ઉદયપુર પાસેથી હોટલમાં રૂમ ભાડે રાખી વિજયકુમાર જશવંતલાલ સુથાર રહે. જીતપુર મરડિયા તા.મોડાસા તીન પત્તી જુગાર રમાડતો હોવાની માહિતીના આધારે પોલીસે રાત્રે રેડ કરતાં 8 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપાના અને રોકડ સહિત રૂ.61200 કબજે કરી 11 મોબાઈલ, નંબર વગરની કાર, એક્ટિવા નં. જીજે 31 એફ 4041, જ્યુપિટર નં. જીજે 07 સીસી 3274 સહિત કુલ રૂ. 486700 નો મુદ્દામાલ કબજે લઇ હોટેલના મેનેજર સહિત 9 શખ્સોને દબોચી લીધા હતા.
પત્તા ટીચતાં ઝડપાયેલા જુગારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.