કાર્યવાહી:ભિલોડાના દહેગામડા પાસે કારમાંથી 5.76 લાખનો વિદેશી દારૂ પકડાયો

મોડાસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શામળાજી પોલીસને જોઇ કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો

શામળાજી પોલીસને જોઈને દહેગામડા પાસે નંબર વગરની સિલ્વર કલરની ડસ્ટર ગાડીનો ચાલક બપોરના સમયે ગાડી રોડ ઉપર મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી રૂપિયા 5.76 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો.શામળાજી પોલીસે મુદ્દામાલ કબજે લઇને ભાગી છૂટેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે કુલ 10.76 લાખનો મુદ્દામાલ કબજે કરી કારચાલકની શોધખોળ હાથ ધરી છે. શામળાજી પોલીસે ભિલોડાના દહેગામડા વિસ્તારમાં શુક્રવારે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન સામેથી આવતી નંબર વગરની સિલ્વર કલરની ડસ્ટર ગાડીનો ચાલક પોલીસને જોઈને ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...