હાલ ચૂંટણીઓનો માહોલ છે. ત્યારે આ ચૂંટણીમાં મતદારોને રીઝવવા અને ચટણીને રંગીન બનાવવા માટે વિદેશી દારૂની મહેફિલો માટે પરપ્રાંતમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય થયા છે. ત્યારે શામળાજી પાસે ગુજરાત રાજસ્થાન સરહદે સડેલ શાકભાજીની આડમાં લઇ જવાતો દારૂ ઝડપાયો હતો.
ગુજરાત રાજસ્થાન સરહદે રતનપુર ચેકપોસ્ટ પર વિધાનસભાની ચૂંટણીને લઈ વાહન ચેકીંગ કડક કરવામાં આવી રહ્યું છે. ત્યારે શામળાજીના અણસોલ પાસે પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક જીપ ડાલામાં શાકભાજી ભરેલી હતી, પણ શંકાસ્પદ હોય એવું જણાતા જીપ ડાલું ઉભું રખાવી તેની તપાસ હાથ ધરી હતી. ખરાબ થઈ ગયેલી ગવાર શાકભાજીની આડમાં સંતાડી 5.5 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જીપનો ડ્રાઈવર જીપ મૂકી ફરાર થવામાં સફળ થયો હતો, પણ ચૂંટણી સમયે ગમે એટલું કડક ચેકીંગ હોય પણ દારૂ ગુજરાતમાં ઘુસાડવા બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.