મોંઘવારી સામે કોંગ્રેસનો આક્રોશ:મોડાસા ખાતે ચાર રસ્તા ટાઉનહોલ આગળ મોંઘવારીના વિરોધમાં ધરણાં પ્રદર્શન-રેલી, પોલીસે 50 કોંગી કાર્યકરોની અટકાયત કરી

અરવલ્લી (મોડાસા)4 દિવસ પહેલા
  • મહાલક્ષ્મી ટાઉન હોલ આગળથી પ્લે કાર્ડ સહિત એક રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા

સમગ્ર ગુજરાત અને દેશમાં હાલ પ્રવર્તમાન મોંઘવારીના વિરુદ્ધ ધરણા પ્રદર્શન અને રેલીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે તેના ભાગ રૂપે અરવલ્લી જિલ્લામાં પણ મોંઘવારી વિરુદ્ધ જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોડાસા ચાર રસ્તા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કામલેન્દ્રસિંહ પુવાર સહિત સંગઠનના તમામ જવાબદાર હોદ્દેદારો તાલુકા કોંગ્રેસ પ્રમુખો તેમજ મહિલાઓ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આાવ્યું હતું.

પ્લે કાર્ડ સહિત એક રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા
મહાલક્ષ્મી ટાઉન હોલ આગળથી પ્લે કાર્ડ સહિત એક રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી આગળ ચાલી રહી હતી તેવામાં મોડાસા ટાઉન પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા અગ્રણી કાર્યકરો સહિત 50ની અટકાયત કરી હતી અને તમામને મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અટકાયત કરાયેલા અગ્રણી કાર્યકરોમાં બાયડ ધારાસભ્ય જસુભાઈ પટેલ, મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કામલેન્દ્ર સિંહ પુવાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘી સહિત 50ની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...