વિકાસના કામો માટે સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવતી હોય છે. તેના આધારે કામ શરૂ પણ કરાય છે પરંતુ એ કામની યોગ્ય ગુણવત્તા ના જળવાય ત્યારે શું તેને ખરેખર વિકાસની પોલ ખુલી જતી હોય છે. મેઘરજ નગરના મુખ્ય માર્ગ પર ગેલી માતા મંદિરથી ઉન્ડવા રોડ પર આવેલ વાત્રક નદીના પુલ સુધી 5 કરોડના ખર્ચે રસ્તાનું કામ હાલ પ્રગતિમાં છે. ત્યારે આ રસ્તાનું કામ હજી સુધી ચાલુ છે ત્યારે જ કામમાં વપરાતું મટિરીયલ હલકી ગુણવત્તાવાળું અને કામ નબળું હોવાથી રોડ પર પાંચ ફૂટનો ભુવો પડ્યો છે.
બસ સ્ટેશન વિસ્તારના જાહેર અવરજવરના રસ્તે ભુવો પડતા રાહદારીઓ પણ જોખમમાં મૂકાયા છે. તંત્ર જાણે આંખ આડા કાન કરતું હોય એમ આવા કામમાં કોન્ટ્રાક્ટરને છૂટો દોર મળી ગયો છે. કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતથી 5 કરોડ જેટલી માતબર રકમના રોડ પર મોટા મોટા ભુવા પડે છે ત્યારે આ સમગ્ર બાબતે યોગ્ય કામગીરી થાય એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.