ખેડૂતોમાં ખુશી:સાબરકાંઠા -અરવલ્લીના 7 ડેમમાં અત્યાર સુધી સિઝનમાં 4670 કરોડ લિટર પાણીની આવક

મોડાસા/મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેશ્વો જળાશયમાં વરસાદી પાણીની આવક થતાં લેવલ 4 મીટર કરતા વધુ વધ્યું હોવાનું નોંધાયું છે - Divya Bhaskar
મેશ્વો જળાશયમાં વરસાદી પાણીની આવક થતાં લેવલ 4 મીટર કરતા વધુ વધ્યું હોવાનું નોંધાયું છે
  • ઉપરવાસમાં વરસાદના પગલે શામળાજીનો મેશ્વો ડેમ ભરાતાં મોડાસા, ભિલોડા અને શામળાજીના ખેડૂતોમાં ખુશી
  • શામળાજીના મેશ્વો ડેમમાં 1404 કરોડ લિટર પાણીની આવક થતાં ડેમમાં 40.50 % પાણીનો જથ્થો ઉપલબ્ધ

ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે શામળાજીના મેશ્વો જળાશયમાં આ ચોમાસા દરમિયાન 1404 કરોડ લિટર પાણીની આવક થઇ હોવાનું નોંધાયું છે. અત્યારે મેશ્વો જળાશયની સપાટી 208.80 પહોંચી છે. ચોમાસા દરમિયાન ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે મેશ્વો જળાશયમાં 40 ટકા ઉપરાંત પાણીનો જથ્થો ઉપલબ્ધ થતાં ભિલોડા શામળાજી અને મોડાસા પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.અત્યાર સુધીની ચોમાસા સિઝનમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને ફળી હોય તેમ છેલ્લા 25 દિવસમાં બંને જિલ્લાના 7 ડેમમાં 4670 કરોડ લિટર જેટલા પાણીની આવક થઇ છે.

જેમાં સૌથી વધુ 1411 કરોડ લિટર જેટલંુ પાણી વાત્રક ડેમને મળ્યું છે. શામળાજીના મેશ્વો જળાશયમાં ચોમાસુ સિઝન દરમિયાન ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે વરસાદી પાણીની વિક્રમી આવક થતાં ચોમાસુ સિઝનમાં મેશ્વો જળાશયમાં 4.25 મીટર પાણીનો વધારો નોંધાયો છે. મેશ્વો જળાશયમાં 14 એમસીએમ પાણીની આવક થઇ છે.

પરિણામે ચોમાસુ સિઝનમાં જળાશયમાં 10 લાખ ઘનમીટર (1404 કરોડ લિટર) પાણીની આવક થઇ હોવાનું નોંધાયું છે પરિણામે જળાશયની સપાટી વધીને 208.80 મીટર પહોંચી છે. મેશ્વો જળાશય માં હાલ પાણીનો40.50 ટકા જથ્થો ઉપલબ્ધ હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. ભિલોડા મોડાસા અને શામળાજીના 1500થી વધુ ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા જળાશયમાં 40 % કરતાં વધુ પાણીનો જથ્થો સંગ્રહિત કરાયો છે.

પાણીની આવકડેમ
1411 કરોડ લિટરવાત્રક ડેમ
1404 કરોડ લિટરમેશ્વો ડેમ
897 કરોડ લિટરમાઝૂમ ડેમ
625 કરોડ લિટરહરણાવ-2 ડેમ
318 કરોડ લિટરગુહાઇ ડેમ
14 કરોડ લિટરહાથમતી ડેમ
1 કરોડ લિટરજવાનપુરા ડેમ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...