લોકોમાં ફફડાટ:શામળાજી નજીક વેણપુર-નવાગામમાં મકાનમાં 4.32 લાખની મત્તાની ચોરી, 3માંથી કંઈ ન મળ્યું

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શામળાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કર ટોળકી ગેંગ સક્રિય થતા લોકોમાં ફફડાટ

શામળાજીના વેણપુર (નવાગામ)માં 4 મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં એક મકાનમાંથી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 432600 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં સફળ રહ્યા હતા. 3 મકાનમાં તસ્કરોનો ફેરો નિષ્ફ્ળ રહ્યો હતો. પરોઢિયે પરિવારને જાણ થતાં આભ તૂટી પડ્યું હતું. ચોરીની ઘટનાના પગલે શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

શામળાજી પંથકમા પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોક માંગ પ્રબળ બની છે. શામળાજી નજીક આવેલા વેણપુર (નવા ગામ)માં રહેતા પૂનમચંદ થાવરચંદ પટેલ અને તેની આજુબાજુમાં રહેતા પરિવારો શનિવારે રાત્રે વાળું કરી મકાનમાં આગળના ભાગે ઉંઘી ગયા હતા.

મોડી રાત્રે તસ્કરો પાછળના દરવાજેથી અને બારીમાંથી તેમના ઘરમાં ત્રાટકી ઘરમાં તિજોરી અને કબાટમાં રાખેલા સોના-ચાંદીના 12 તોલાથી વધુના દાગીના અને 30 હજારથી વધુની રોકડ સહિત લાખ્ખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી નજીકમાં આવેલા અન્ય 3 મકાનોમાં ત્રાટકી ઘરમાં રહેલા માલસામાન, તિજોરીઓ અને કબાટ ફંફોસી નાખ્યા હતા

સદનસીબે ત્રણે મકાનમાં તસ્કરોને કિંમતી ચીજવસ્તુ કે રોકડ રકમ હાથ ના લાગતા રફુચક્કર થઇ ગયા હતા. વહેલી સવારે ઊંઘ ઉડતા અને ઘરમાં દ્રશ્ય જોતા જ ચોરી થયાની જાણ થતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ચોરીની ઘટનાને પગલે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા ચોરીની ઘટનાને પગલે શામળાજી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ચારે મકાનમાં પ્રાથમિક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...