અકસ્માત:મોડાસાના જામાપુર પાસે કાર કન્ટેનરની પાછળ ઘૂસતાં 4 ઘાયલ

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોડાસા-શામળાજી નેશનલ હાઈવે ઉપર જામાપુરની સીમમાં રસ્તાની સાઈડમાં ઉભા રહેલા કન્ટેનરની પાછળ બપોરે કાર ઘૂસી જતાં દંપતી અને તેમના બે બાળકોના શરીરે ઈજાઓ પહોંચતા તેમને 108 દ્વારા સારવાર માટે મોડાસાની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મોડાસા શામળાજી નેશનલ હાઈવે ઉપર આવેલી સર્વોદય હોટલ પાસે દિલ્હી મુંબઈ માલ વહન કરતી કન્ટેનર નંબર એચઆર 38 વી 5996 રસ્તાની બાજુમાં જમણીબાજુ ઉભી કરી ચાલક નીચે ઉતર્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે અને બેફીકરાઈથી આવતી કાર નં. જીજે 19 એમ 1202 કન્ટેનરની પાછળના ભાગે ઘૂસી જતાં ઈજાગ્રસ્ત બનેલા કારના ચાલક પરેશભાઈ દલસુખભાઈ વસાવા, તેમના પત્ની દિપીકાબેન પરેશભાઈ, તેમનો પુત્ર પ્રિન્સ પરેશભાઈ અને અન્ય એક બાળકને 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે મોડાસા ખસેડાયા હતા.

આ અંગે કન્ટેનરના ચાલક રામકુમાર રામવીરસિંહ જાટ રહે. દાવર ફતેપુર શિકી જિ. આગ્રા ઉત્તર પ્રદેશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...