હવામાન વિભગબની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ અરવલ્લી માં વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે સૌથી વધુ વરસાદ મેઘરજ તાલુકા માં ખાબક્યો જેના કારણે વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ છે. વાત્રક નદી કિનારાના તમામ ગામડાઓમાં પસાર થતા વાંધા કોતરો નદી નાડા પણ છલકાઈ જાવા પામ્યા છે અને નદી બે કાંઠે જોવા મળી.
ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી
સવારથી જ પડી રહેલા ભારે વરસાદના કારણે મેઘરજ અને માલપુર ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ખેડૂતે મહા મહેનત કરી વાવેતર કરેલ મગફળી મકાઈ સોયાબીન અને જુવારના પાકને નુકસાન થયું છે. મગફળીનો પાક પાણીમાં ઘરકાવ થયો છે. જ્યારે જુવારનો તૈયાર ઉભો પાક પાણી આવવાના કારણે પડી ગયો છે. ત્યારે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે
વાત્રક નદી બે કાંઠે વહેવા લાગી
અરવલ્લી જિલ્લાના મેઘરજ અને મોડાસા તાલુકામાં આજે વ્યાપક પ્રમાણમાં વરસાદ થયો છે. ખાસ મેઘરજ તાલુકામાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ છે. જ્યારે મોડાસા તાલુકા માં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ગામડાઓમાં પાણી ભરાયા છે. ત્યારે નદીઓમાં નવા નીર આવ્યા છે. મેઘરજમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે વાત્રક નદીમાં ભારે પાણીની આવક નોંધાઇ છે. ત્યારે વાત્રક નદી બે કાંઠે ખડ ખડ વહેવા લાગી છે. ત્યારે નદી પરનો અદભુત નજારો જોવા મળ્યો હતો. ઇપલોડા અને પિશાલનો રસ્તો બંધ થયો હતો. આમ વાત્રક નદીમાં નવા નીર આવવાથી સરપંચ સહિત સ્થાનિકોમાં આનંદ ની લાગણી છવાઈ છે.
અરવલ્લી જિલ્લામાં.વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લાના મેઘરજ મોડાસા ભિલોડા અને માલપુરમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ મેઘરજમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધનસુરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે મોડાસામાં પણ વહેલી પરોઢથી વરસાદ હાલ પણ ચાલુ છે. મેઘરજ મોડાસાના નિચાણ વાડા વિસ્તારોમાં.પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. મેઘરજના આંબાવાડી પેટ્રોલપંપ વિસ્તારમાં ભારે પાણી ભરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.